19 ફેબ્રુઆરી 2026 “વિશ્વ શિવરાષ્ટ્ર દિવસ”
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ
સોનગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.
શ્રી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર પ્રેરિત 19 ફેબ્રુઆરી 2026 “વિશ્વ શિવરાષ્ટ્ર દિવસ” તરીકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ – સોનગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.
હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક, કુશળ વહીવટ કર્તા, અદમ્ય સાહસના પ્રતિક શ્રી શિવાજી મહારાજ ના એકતા, અખંડતા, સમરસતા,અને સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા સ્વાભિમાન સાથે જીવન જીવવા જેવાં સિદ્ધાંતો જેમણે શીખવ્યા એવાં વીર શિરોમણી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ સ્વામિનારાયણ મંદિર ઉકાઇના સંતશ્રી કોઠારી સ્વામી યોગેશ સ્વામીના કરકમલો થકી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાને અને મહારાષ્ટ્રીયન સમાજ અગ્રણી કાંતિ આપ્પા વામનરાવ પાટીલ દ્વારા મહારાજશ્રીના અશ્વ સવારીને માલ્યાર્પણ કરી ઉજવવામાં આવી હતી.
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396 મી જન્મ જયંતીમાં કિલ્લે સોનગઢ ખાતે ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શિવપ્રેમી ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. વરિષ્ઠ નાગરિક ડૉ.સતિષ પાટીલ દ્વારા મહારાજની ગાથા વર્ણવી હતી. સ્વ.શ્રી બાળાભાઈ દ્વારા સ્થાપિત પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી એમના સમર્પણને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. નાના બાળકો અને બાલિકાઓ દ્વારા સ્વરક્ષણ માટેનો લાઠીદાવની કૃતિ રજૂ કરવામાં આવી હતી. જે આજની પેઢી માટે ખુબજ સરાહનીય અને પ્રસંશનીય રહી હતી…
