સાબરકાંઠાના પ્રાંતિજના બ્રિજ પર પડ્યા ગાબડા
નેશનલ હાઈવે 48 નો ઓવરબ્રિજ બન્યો જોખમી
માત્ર 3 મહિનામાં જ બ્રિજ પર પડ્યા ગાબડા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ત્રણ મહિના પહેલાં બનેલા ઓવરબ્રિજ પર ઠેરઠેર ગાબડાં પડ્યાં છે. આ ઉપરાંત, બ્રિજનો એક આખો સ્લેબ પણ બેસી ગયો છે, જેના કારણે તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ત્રણ મહિના પહેલાં બનેલા ઓવરબ્રિજ પર ઠેરઠેર ગાબડાંની આ ઘટનાને કારણે બ્રિજની સુરક્ષા અને નિર્માણ કાર્યની પારદર્શિતા પર શંકા સેવાઈ રહી છે. નવા બનેલા બ્રિજમાં આ પ્રકારની ખામીઓ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના મતે, નેશનલ ઓથોરિટી, સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ સંભવિત ભ્રષ્ટાચારના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે.
ઓવરબ્રિજનો સ્લેબ બેસી જતાં તેના પરથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે. લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે અને તાત્કાલિક સમારકામની અપેક્ષા રાખી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
