પંચમહાલના (panchamahal ) ગોધરામાં હડકાયા શ્વાનનો આતંક.
જુહુરપુરા વિસ્તારમાં 15થી વધુ લોકોને ભર્યા બચકાં.
તમામને ગોધરા સિવિલમાં સારવાર આપવામાં આવી.
પંચમહાલ ગોધરા શહેરના જુહાપુરા શાક માર્કેટ અને સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. સાંજના સમયે કૂતરાઓએ રસ્તે જતા રાહદારીઓ અને સ્થાનિકો સહિત 43 લોકોને બચકા ભર્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital ) ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ ગોધરા (godhara) શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે, જુહાપુરા શાક માર્કેટ અને સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ સાંજે 20 લોકોને કૂતરાઓએ (dog bite ) બચકા ભર્યા હતા. મોટાભાગના લોકોને પગના ભાગે ઈજાઓ થઈ હતી. ઈમરજન્સી વિભાગમાં 20 જેટલા લોકોને રેબીઝની રસી આપવામાં આવી છે. આ બનાવથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે
સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તંત્ર પાસે રખડતા કૂતરાઓને પકડવાની માંગણી કરી છે. આ અગાઉ પણ આ વિસ્તારમાં કૂતરાઓએ લોકોને બચકા ભર્યાના બનાવો બન્યા હતા. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે…