બાયડમાં રથયાત્રાના નામે પૈસા ઉઘરાવતાનકલી પોલીસના સીસીટીવી આવ્યા સામે

Featured Video Play Icon
Spread the love

બાયડમાં રથયાત્રાના નામે પૈસા ઉઘરાવતાનકલી પોલીસના સીસીટીવી આવ્યા સામે
પ્રમુખ વીલા સોસાયટીમાં પોલીસના ડ્રેસમાં 2 શકશો નાણાં ઉઘરાવતા હતા
બાયડમાં રથયાત્રા નીકળતીના હોવા છતાં નકલી પોલીસના સ્વાંગમાં નાણા પડાવતા હતા
સોસાયટી ના સદગ્રહસ્તે બંને ને ઠપકારતા બંને સ્થળ છોડી ભાગ્યા
નકલી પોલીસ ની તમામ હરકત સીસીટીવીમાં કેદ

 

બાયડમાં હવે અસલી પોલીસ જાણે કે કામ ન કરતી હોય તેમ નકલી પોલીસ કામ કરતી થઈ ગઈ છે. બાયડની પ્રમુખ સોસાયટીમાં નકલી પોલીસ દ્વારા રૂપિયા ઉઘરાવવાનો વીડિયો વાયરલ થતાં હલચલ મચી હતી.

બાયડની પ્રમુખ વિલાસ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ તથા રમેશભાઈએ જણાવ્યું કે ગુરૂવારના રોજ સવારે પોલીસના કપડાં પહેરી પાંચ જેટલા વ્યક્તિઓ સોસાયટીમાં ચોપડા લઈ પ્રવેશ્યા હતા. દરેકના ઘરે જઇ પોલીસમાંથી છીએ તેવું બતાવી રથયાત્રાનો ફાળો આપો તેવું જણાવી રૂપિયાનું ઉઘરાણું કરતા હતા. સમગ્ર પ્રકરણમાં સોસાયટીના કેટલાક જાગૃત લોકો બહાર આવી જતાં આ નકલી પોલીસ સોસાયટીમાંથી પલાયન થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હલચલ મચી ગઈ હતી. બાયડમાં દિન પ્રતિદિન ચોરી તથા આમ પ્રજા સાથે છેતરપિંડીના બનાવો બહાર આવતાં નવા પીઆઈને અનેક ગઠિયાઓએ ખુલ્લો પડકાર આપી દીધો છે ત્યારે આ પ્રકરણમાં પોલીસ નકલી પોલીસને ઝડપી પાડે તેવી માગણી આમ પ્રજામાંથી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *