બાળકોના વિકાસ માટે ખીરા કાકડીના ચોંકાવનારા ફાયદા

Featured Video Play Icon
Spread the love

 

બાળકોના વિકાસ માટે ખીરા કાકડીના ચોંકાવનારા ફાયદા

ખીરા કાકડીમાં અંદાજે 95% પાણી હોય છે, જેને કારણે તે શરીરને ઠંડક અને તાજગી આપે છે. આ પોષક તત્ત્વોથી ભરપૂર શાકભાજી બાળકો માટે ફાયદાકારક છે. ખીરા કાકડીમાં પેક્ટીન નામનું વિશિષ્ટ ફાઇબર હોય છે, જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. તેમાં રહેલું વધારાનું પાણી ખોરાકને સહેલાઈથી પચાવવામાં મદદરૂપ બને છે અને કાકડીમાં રહેલા ફાઇબરથી પાચન પ્રક્રિયા સુધરે છે. ચાલો જાણીએ કે કાકડી ખાવાથી નાનાં બાળકોને શું શું લાભ મળી શકે છે.

ખીરા કાકડીમાં વિટામિન K, વિટામિન C, વિટામિન A ઉપરાંત પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનિજો પણ હોય છે, જે બાળકોનો સારો વિકાસ અને સારી તંદુરસ્તી માટે મહત્વ ધરાવે છે. બાળકો હવામાનની પરવા કરતા નથી, તેઓ રમવામાં વ્યસ્ત રહે છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી ટાળવા અને ઊર્જા જાળવવા માટે ખીરા કાકડી નાસ્તા તરીકે યોગ્ય વિકલ્પ બની શકે છે. તેમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી ભૂખ ન લાગે તેવી અનુભૂતિ કરાવે છે. ખીરા કાકડીમાં પાણીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે, જે ગરમીના દિવસોમાં બાળકોના શરીરમાં તાજગી અને પાણીની સમતુલતા જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે ખીરા કાકડીમાં વિટામિન K અને સાથે-સાથે કેલ્શિયમ પણ મળતું હોય છે, જે હાડકાંની મજબૂતી માટે લાભદાયક સાબિત થાય છે. ખીરા કાકડીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ તત્વો ત્વચાની તાજગી જાળવી રાખવામાં અને તેને ઊજળી બનાવવામાં મદદરૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *