અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મૃતદેહો પરિવારને સોંપાયા.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મૃતદેહો પરિવારને સોંપાયા.
260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારને સોંપાયા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડીએનએ ટેસ્ટથી અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. કુલ 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં 13ની ઓળખ ડીએનએ રિપોર્ટથી અને 6 ની ઓળખ ચહેરાથી કરાઈ.

અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનાના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, FSL, AMCની ટીમ, સ્વયં સેવકો સહિતના તમામ લોકોની કામગીરી પણ કાબિલેતારીફ રહી છે. આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં DNA સેમ્પલ મેચનો કુલ આંક ૨૫૩ થયો છે. જે પૈકી 260 પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા છે. DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, આ મૃતકોમાં ઓળખાયેલા મૃતકો પૈકી 181 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 19 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 260 પાર્થિવ દેહમાંથી ૩1 હવાઈ માર્ગે અને 229 બાય રોડ મોકલવામાં આવ્યા છે.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *