ગુજરાતમાં આગામી ત્રણ કલાક સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં આગામી ત્રણ કલાક સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ,
અમદાવાદ સહિત 128 તાલુકામાં આજે વરસાદી માહોલ

રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજદિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 128 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેમજ નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી એટલે કે 4 વાગ્યા સુધી રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ પોરબંદરના તોફાની દરિયાની વચ્ચે જય સાંકરીયાઆઇ કૃપા નામની નાની બોટ લઈને માછીમારી કરવા ગયેલા પાંચ માછીમારો ગુમ થયા હતા. જેઓ આજે વહેલી સવારે સહી સલામત પરત ફર્યા છે. નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ગરૂડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે.

ગતરોજ દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા હતા, તેમ છતાં પોરબંદરમાં અનેક લોકો દરિયા કિનારે સેલ્ફી લઈ રહ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર પાટણ, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભુજ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં ગતરોજ વરસાદી માહોલ જામ્યો હતો. નર્મદા જિલ્લાનો ઝરવાણી ધોધ અને માંડણ પાસે આવેલો મકાઈ ધોધ લોકો વહેતો થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના તળાવ રોડ, માલીવાડ, કાનપુરા, તેમજ મુસા ગામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી હતી, હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *