અમદાવાદમાં ગજરાજને માર મારવાના વીડિયો મુદ્દે મહંતનું નિવેદન
જગતગુરુ જગન્નાથ પીઠાધીશ્વર 1008 દિલીપદેવાચાર્યજીનું નિવેદન
રાજસ્થાનથી આવેલ હાથી હોવાનું જાણવા મળ્યું
અમદાવાદની 148મી રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ બનતા અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા.સદનસીબે રથયાત્રા દરમિયાન મોટી જાનહાનિ થતા અટકી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી માર મારવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ વીડિયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાનો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 43 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં મહાવત લાકડીના 19 ફટકા મારતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે ઘટનામાં જાનવર કોણ માનવી કે ગજરાજ ?
તો હાથીને માર મારતા વાયરલ વીડિયો મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી થઇ છે. અરજી કરનાર ભગવા સેનાના શહેર મંત્રી છે. અરજીમાં વાયરલ વીડિયોની ખરાઇ કરીને હાથીને માર મારનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરાઇ છે. ત્યારે ગજરાજને માર મારવાના વીડિયો મુદ્દે મહંતનું નિવેદન સામે આવ્યું છે
જગન્નાથ મંદિરના ગજરાજને માર મારવાનો વીડિયો સામે આવતા લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે કે કેમ અબોલ પશુને મારવામાં આવી રહ્યો છે. કેમ રથયાત્રાના ગજરાજ સાથે કેમ આવું વર્તન ? અબોલ પ્રાણીને માર મારવું કેટલું યોગ્ય ? ગજરાજને માર મારવા પગલે શું મંદિરના મહંત અને ટ્રસ્ટી લેશે કોઈ પગલાં ? તેવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી