ખેડામાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન વેચવાનું કૌભાંડ.
ખોટા દસ્તાવેજના આધારે જમીન માલિકની જમીનનું વેચાણ.
કેસરા ગામે ચુનીલાલ નામના જમીન માલિકની જમીનનું વેચાણ.
ખેડામાં નકલી દસ્તાવેજના આધારે જમીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. નડિયાદના હાથજમાં મૃત વ્યક્તિનું નકલી આધારકાર્ડ બનાવ્યું અને આધાર કાર્ડ દ્વારા બે સર્વે નંબરોથી જમીનોના દસ્તાવેજ કરાયા હોવાનું સામે આવ્યું છે.બારોબાર દસ્તાવેજ અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરાયાની મૃતકના પૌત્ર આશિષ પટેલે નડિયાદ પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં નકલી આધારકાર્ડ, બોગસ તબીબ, બોગસ જજ સહિત હવે નકલી દસ્તાવેજના આધારે જમીન બારોબાર વેચી મારવાના કૌભાંડનો આજે પર્દાફાશ થયો છે. નડિયાદના હાથજ ગામે મૃત વ્યક્તિનું નકલી આધારકાર્ડ બનાવ્યું અનેઆધાર કાર્ડ બનાવી જુદા જુદા બે સર્વે નંબરો ની જમીનોના બારોબાર દસ્તાવેજ કરાયા હોવાનું સામે આવ્યું છે. બારોબાર દસ્તાવેજ કરાયાની અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરાયાની નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જમીન હડપવા અને ક બોગસ દસ્તાવેજ બનાવીને મોટો કૌભાંડ આચવાના ખેલને મૃતકના પૌત્ર આશિષ પટેલને જાણ થતાની સાથે જ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી