અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ
200 જેટલા પેસેન્જર અને કાર્ગોનું 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા,
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે. તમામ મૃતદેહ સળગેલી હાલતમાં છે. પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી. ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા અને પહેલી હરોળની સીટમાં બેઠા હતા. લોકોના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે
એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાસ્કર રિપોર્ટર સ્થળ પાસે પહોંચ્યા ત્યારે હોસ્ટલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલા નર્સે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ ઈન્ટર્ન ડોક્ટરની છે અને તેના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લાન અથડાયું હતું. પ્લાનના તમામ મુસાફરો, આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અનેકે લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે.
વિમાનમાં બે પાઇલટ સહિત 10 ક્રૂ સભ્યો હતા. પાઇલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડીએ “મેડે” કોલ કર્યો હતો. આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે જે પાઇલટ ગંભીર મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે. “મેડે” શબ્દ ફ્રેન્ચ શબ્દ “મૈડેઝ” પરથી આવ્યો છે, જેનો અર્થ “મને મદદ કરો”. તેને ત્રણ વખત પુનરાવર્તિત કરવામાં આવે છે – “મેડે મેડે મેડે” – જેથી ખાતરી કરી શકાય કે તે ખરેખર કટોકટી છે અને અન્ય સંદેશાવ્યવહાર માટે ભૂલ ન થાય. કેપ્ટન સુમિત સભરવાલ 8200 કલાકનો અનુભવ ધરાવતા એલટીસીમાં છે. કોપાયલોટને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. એટીસી મુજબ, વિમાન અમદાવાદથી રનવે 23 પરથી 13.39 ભારતીય સમય (0809 યુટીસી) વાગ્યે રવાના થયું હતું. તેણે એટીસીને મેડે કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો. રનવે 23 પરથી પ્રસ્થાન કર્યા પછી તરત જ વિમાન એરપોર્ટની બહાર જમીન પર પડી ગયું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી