સુરતની સીટી બસ રૂટ લંબાવવામાં આવ્યુ
સીટી બસ રૂટ નંબર 207ને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવ્યું
ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાભ થશે
સુરત મહાનગર પાલિકાની સીટી બસ રૂટ નંબર 207 ચોકથી વૈષ્ણોદેવી ટાઉનશીપને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવ્યુ હોય જેનું ફ્લેગ ઓફ શનિવારે સવારે ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદી અને જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા મળે તે માટે સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે જેનો હવે રૂટ પણ વધારાઈ રહ્યો છે. ત્યારે સુરત મનપા સંચાલિત સીટી બસ રૂટ નંબર 207 જે ચોકથી વૈષ્ણોદેવી ટાઉનશીપ સુધી દોડે છે તેને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવી છે. જેનું શનિવાર 17મી મેના રોજ ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદી તથા જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે ફ્લેગ ઓફ કરાયુ હતું. તો આ સમયે અનેક મહાનુભાવો સહિતનાઓ હાજર રહ્યા હતાં.