ગુજરાતમાં એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ ભરતી વિવાદ
‘પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂર્વ મંજૂરીના નામે રદ કરાઈ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આક્ષેપ
ગુજરાતની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે.
ગુજરાતમાં લેબ આસિસ્ટન્ટની ભરતી મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપો લગાવ્યા છે. તારીખ 8 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારોએ તારીખ 29 સપ્ટેમ્બર 2024 ના રોજ પ્રિલિમ પરીક્ષા આપી હતી. 3 ઓક્ટોબર 2024 ના રોજ CPT લેવામાં આવી હતી. એક દિવસ બાદ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. મેરિટમાં આવેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવી હતી. સાત મહિના સુધી નિમણૂંકપત્રને બદલે માત્ર વાયદાઓ જ મળ્યા છે. થોડા દિવસ પહેલા કોલેજે જણાવ્યું કે ભરતી માટે પૂર્વ મંજૂરી મળી નથી અને પરીક્ષા રદ કરવામાં આવે છે. જોકે, તેમના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી NOC એક વર્ષ પહેલા જ મળી ગઈ હતી. આ જ સમયગાળામાં અન્ય કોલેજોમાં સમાન નિયમો હેઠળ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂંકો આપવામાં આવી છે. યુવરાજસિંહે આરોપ મૂક્યો છે કે પસંદગીના ઉમેદવારો ન આવતા આ તરકટ રચવામાં આવ્યું છે.
લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા ઉમેદવારોને અઠવાડિયામાં નિમણૂંકપત્ર મળશે તેવા વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાયદો માધવપુરના મેળાથી વડનગરની બોર્ડ મીટિંગ સુધી લંબાતો રહ્યો છે. યુવરાજસિંહે આ ઘટનાને ન્યૂ ગુજરાત મોડલની નિષ્ફળતા ગણાવી છે. ઘણો સમય વ્યતિત થઈ ગયા બાદએક લીટીમાં વેબસાઈટ પર લટકે છે એક ઠંડો મેસેજ, તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે ભરતી રદ કરવામાં આવે છે. આ ભરતીને પૂર્વમંજૂરી મળેલ ન હોવાથી રદ કરવામાં આવે છે. તેમ જણાવ્યું હતું તો સવાલ એ થાય જે તો શું અત્યારસુધી ભરતીના નામે શું ચાલી રહ્યું હતું ? કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી