સુરતમાં સગીરને લગ્નની લાલચ આપી અપહરણ કરનારો ઝડપાયો
કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે સોરભ અમરસિંગ રાઠોડની ધરપકડ કરી
સુરતની કાપોદ્રા પોલીસે ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી લઇ ગયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે , સુરતના કાપોદ્રામાં રોજ સવારના દસેક વાગ્યા પછી ૧૫ વર્ષની સગીરાને સોરભ રાઠોડ નામનો ઇસમ અપહરણ કરી લઇ ગયો હતો. ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો જે મામલે સગીરાની પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો. પોલીસે સોરભ અમરસિંગ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.