ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સામાન્ય સભા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સામાન્ય સભા
સામાન્ય સભામાં રનીંગ કમિટીની કાર્યકાળની મુદત પૂરી

ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા તારીખ 4 જૂનના રોજ જગાભાઈ ગોપનાથ વાળાના રેસ્ટોરન્ટ અધેવાડા ખાતે સામાન્ય સભા 2026 યોજાણી હતી. આ સામાન્ય સભામાં રનીંગ કમિટીની કાર્યકાળની મુદત પૂરી થતાં કાર્યભાર પૂરો કરી તમામ હિસાબ કિતાબ ઓકે કરી ફોટોગ્રાફરોને મળી ગેટ ટુ ગેધર કરી સાથે ભોજન લીધું

ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનના તમામ મેમ્બરોએ ત્રણ વર્ષ દરમિયાન ખૂબ જ સાથ સહકાર આપ્યો તે બદલ રનીંગ કમિટીના પ્રમુખ શ્રી કાળુભાઈ જાંબુચા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો ત્રણ વર્ષ દરમિયાન શ્રી કાળુભાઈ જાંબુચા ની ટીમ દ્વારા ખૂબ જ સારા એવા પ્રોગ્રામો આપી ફોટોગ્રાફરનો સર્વાંગી વિકાસ થાય તેમ જ આર્થિક વિકાસ થાય તેવા અનેક પ્રોગ્રામોની વણઝારા આપી દરેક ફોટોગ્રાફરોના દિલ જીતી લીધા હતા ત્યારબાદ સૌએ સાથે ભોજન લઈ નવી ચૂંટણીની જાહેરાત સ્થાપક કમિટી દ્વારા કરવામાં આવી હતી જોકે ફોટોગ્રાફરોનો સૂર હતો કે આ કમિટીને રીપીટ કરવામાં આવે પરંતુ ખેલ દિલ પૂર્વક શ્રી કાળુભાઈ જાંબુચા ની ટીમ દ્વારા તેનો સહર્ષ અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને યુવાનોને શીખવા મળે તે હેતુથી ચૂંટણી કરવા સ્થાપક કમિટીને અનુરોધ કરવામાં આવ્યો હતો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *