સુરતમાં હોટમિક્સ કચરાની સમસ્યાને લઈને રાજકારણ ગરમાયું
જાહેરમાં ઠલવાતા હોટમિક્સ કચરાના મુદ્દે વિપક્ષનો વિરોધ
પ્લે કાર્ડ સાથે વિપક્ષી કોર્પોરેટરોએ ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું
શહેરમાં કચરાની સમસ્યાને લઈને મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા
સુરત શહેરમાં હોટ ફિક્સ કચરાની સમસ્યાને લઈને રાજકારણ ગરમાયું હોય તેમ જાહેરમાં ઠલવાતા હોટ ફિક્સ કચરાના મુદ્દે વિપક્ષી કોર્પોરેટરોએ હાથમાં પ્લે કાર્ડ લઈને ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરતમાં હોટ ફિક્સ કચરાની સમસ્યાને લઈને વિપક્ષ મેદાનમાં ઉતર્યું હોય તંમ શહેરમાં જાહેર સ્થળોએ ઠલવાતા કચરાના ઢગ સામે વિપક્ષી કોર્પોરેટરોએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ભાજપના જ કોર્પોરેટરો અને ધારાસભ્યોની રજૂઆતો પણ શાસકો અને અધિકારીઓ સાંભળતા નથી. સામાન્ય સભામાં પણ કોર્પોરેટરોને બોલવા દેવામાં આવતા નથી અને હોટ ફિક્સ કચરાના મુદ્દે રજૂઆત કરતાં અટકાવવામાં આવે છે. હોટ ફિક્સ કચરાની સમસ્યાના નિકાલની જવાબદારી મનપાના આરોગ્ય વિભાગની હોવા છતાં સમસ્યા યથાવત્ રહેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. મેયર, ધારાસભ્ય અને આરોગ્ય મંત્રીના વિસ્તારમાં પણ હોટ ફિક્સ કચરાના ઢગ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિઓની વાત સાંભળવામાં આવતી નથી, ત્યારે સામાન્ય નાગરિકોની ફરિયાદોનું શું થતું હશે? હવે જોવાનું એ રહેશે કે મનપા તંત્ર આ સમસ્યાના નિકાલ માટે ક્યારે નક્કર પગલાં ભરે છે.
