સુરત જિલ્લામાં દિવાળી ટાણે પોલીસનો કડક પહેરો
એસપી રાજેશ ગઢિયાએ બેંક, આંગડિયા અને સોનીઓ સાથે કરી બેઠક
ભીડભાડવાળા વિસ્તારોમાં સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે
કામરેજ – દિવાળીના તહેવારોને ધ્યાને રાખી સુરત જિલ્લા પોલીસ એક્શન અને એલર્ટ મોડ પર
કામરેજ ખાતે એસપી રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં આંગડિયા પેઢી, જ્વેલર્સ અને બેંક મેનેજરો સાથે યોજાઈ મહત્વની બેઠક.
બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા અને તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે 300 જેટલા લોકો સાથે ચર્ચા કરાઈ. તમામ બેંકો, આંગડિયા પેઢીઓ, સોના-ચાંદીના શોરૂમ અને ATM ખાતે સીસીટીવી તેમજ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા સ્પષ્ટ સૂચના. ભીડભાડવાળા વિસ્તારોમાં અસામાજિક તત્વો અને સ્નેચરો પર નજર રાખવા LCB અને SOG ટીમ સિવિલ ડ્રેસમાં સતત પેટ્રોલીંગ કરશે. ભૂતકાળમાં ચોરી, લૂંટ અને ધાડ જેવા ગુનામાં પકડાયેલા લિસ્ટેડ આરોપીઓ પર ટેક્નિકલ સર્વેલન્સ અને ખાસ ડ્રાઇવ દ્વારા વોચ. નાગરિકો અને વેપારીઓ ભયમુક્ત માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારી સુરક્ષા ચુસ્ત કરી
