સુરત મનપાની સામાન્ય સભામાં વરાછા રોડની ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ગુંજ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત મનપાની સામાન્ય સભામાં વરાછા રોડની ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ગુંજ્યો
લારી-પાથરણાંના દબાણથી ટ્રાફિકની સમસ્યા, કોર્પોરેટર કાવ્યા કથીરિયાની રજૂઆત
મનપા અને પોલીસમાં રજૂઆત છતાં ઉકેલ નહીં, સામાન્ય સભામાં ફરી મુદ્દો ઉઠ્યો

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વરાછા રોડ પર ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો ઉઠ્યો છે. વોર્ડ નંબર-3નાં કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ લારી-પાથરણાંના દબાણને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. અગાઉ મનપા અને પોલીસ તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં સામાન્ય સભામાં ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો.

સુરત મનપાની સામાન્ય સભામાં વરાછા રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી. વોર્ડ નંબર-3નાં કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ જણાવ્યું કે વરાછા રોડ પર ઠેર ઠેર લારી અને પાથરણાંવાળાઓનાં દબાણને કારણે ટ્રાફિકનું ભારણ સતત જોવા મળે છે. આ સમસ્યાના નિરાકરણ માટે અગાઉ મનપા અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉકેલ આવ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. હવે સામાન્ય સભામાં રજૂઆત બાદ તંત્ર આ દબાણ દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *