સુરતના અડાજણમાં પીળા અને દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણમાં પીળા અને દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ
અડાજણના કોળી મહોલ્લામાં દૂષિત પાણીથી ચામડીના રોગો થવાની આશંકા
દિવાળી પહેલાં જ પાણીની સમસ્યા, સ્થાનિકોમાં આરોગ્યને લઈને ચિંતા

સુરતના અડાજણ વિસ્તારમાં દિવાળી પહેલા જ પીળુ અને દુર્ગંધયુક્ત પાણી આવતુ હોવાની ફરિયાદ વચ્ચે અડાજણના કોળી મહોલ્લામાં ચામડીના રોગો થવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.

સુરત શહેરમાં દુષિત પાણીની ફરિયાદો સામે આવી રહી છે. દિવાળી પહેલા જ અડાજણ અને રાંદેર વિસ્તારમાં પીળુ તથા દુર્ગંધયુક્ત પાણી આવતુ હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. કોઝવેમાં પાણીનુ સ્તર ઘટતા આ સમસ્યા સર્જાતી હોવાની પણ રહીશોએ આશંકા વ્યક્ત કરી હતી. દુષિત પાણીના કારણે ચામડીના રોગો થવાનો આક્ષેપ પણ કરાયો છે. ત્યારે તંત્ર આ સમસ્યાનો ક્યારે અંત લાવશે તે જોવુ રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *