સુરતમાં વેપારી સાથે કરી હતી છેતરપિંડી
હીરા બજારમાં માર્કેટ ભાવ કરતાં 50 ટકા અડધા ભાવે ખરીદનાર ઝડપાયો,
હિરા બજારમાં માર્કેટ ભાવ કરતા 50 ટકા સસ્તા ભાવે રોકડેથી હિરાનો માલ ખરીદ કરનાર ઠગ વેપારીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેરનો ઝડપથી મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ટેક્ષ્ટાઈલ અને ડાયમંડ વેપાર સુરતની ઓળખ બની ગઈ છે ત્યારે હિરા અને કાપડ વેપારમાં ઠગાઈના બનાવો વારંવાર સામે આવે છે જેમાં આવી જ એક ઠગાઈ ની ઘટના બની હતી. જેમાં સુરતના હિરા બજાર તથા ભાવનગરના હિરા બજારના 19 જેટલા વેપારીઓ પાસેથી 6 કરોડ 70 લાખ 61 હજારથી વધુની મત્તાનો રીયલ હિરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશ વઘાસીયાએ પોતાનના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ જઈ બાદમાં આ હિરાનો માલ સગેવગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી જતો હતો. જેની વિરૂદ્ધ વેપારીઓએ પોલીસને રજુઆત કરતા સુરત પોલીસ કમિશનરની સુચના મુજબ તાત્કાલીક આકાશ અશોક સંઘવીની ફરિયાદ લઈ આરોપીઓ દલાલ રવી ગણેશ વઘાસીયા તથા સાંઈ ડાયમંડના વેપારી જોનીભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં રવિ કુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશ વઘાસીયાએ વેપારીઓ પાસેથી છળ કપટતી મેળવેલા હિરાનો માલમાંથી અઢી કરોડનો હિરાનો માલ દિલ્હી કારોલબાગ ખાતે હિરા લે વેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતા 50 ટકા સસ્તા ભાવે વગર બીલે રોકડેથી વેંચાણ કર્યો હોવાનુ સામે આવ્યુ હતું જેથી તેની કબુલાતના આદારે સાયબર ક્રાઈમની ટીમે દિલ્હી જઈ ત્યાંથી બીલ વગર માર્કેટ ભાવથી અડધા ભાવે હિરાનો માલ ખરીદનાર મુળ બનાસકાંઠનો અને હાલ નવી દિલ્હીમાં રહેતા ધનરાજસિંહ ચરાજી રાઠોડને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.