અમરોલીમાં 8 હજારની નકલી ચલણી નોટ સાથે ગાર્ડ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

અમરોલીમાં 8 હજારની નકલી ચલણી નોટ સાથે ગાર્ડ ઝડપાયો
ગાર્ડ પાસેથી 100 અને 200ના દરની 51 બોગસ નોટ મળી
આરોપી બે દિવસના રિમાન્ડ પર મોકલાયો

સુરતના છાપરાભાઠામાં મની ટ્રાન્સફરને ત્યાં બોગસ ચલણી નોટ વટાવવા ગયેલા કિરણ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને દુકાનદારે પકડી પાડી પોલીસનો સોંપી દીધો હતા. ગાર્ડ પાસેથી 100 અને 200ના દરની 51 બોગસ નોટ મળી હતી

સુરત છાપરાભાઠાનો વશિષ્ટ ગોરખસિંગ અમરોલી વરિયાવ રોડ પર મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગુરૂવારે સાંજે તેમની પાસે સુજીત હરિનંદન પૌદાર આવી ડુપ્લિકેટ નોટ વટાવાનો પ્રયાસ કર્યો હતો. વશિષ્ટને નોટ બોગસ હોવાનું માલુમ પડતા તેણે સુજીતને પકડી લીધો હતો. જડતી લેતા તેની પાસેથી રૂ.100ની 21 નકલી નોટ અને રૂ.200ની 29 નકલી નોટ મળી આવી હતી. વશિષ્ટે જાણ કરતા અમરોલી પોલીસે સુરજીતની અટક કરીને તેના પાસેથી 8000ની બોગસ નોટો તથા લફોન કબજે લીધો હતો. પોલીસે સુજીતની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પુછપરછમાં સુજીત કિરણ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને પ્રથમ વખત જ નોટ વટાવા ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *