અમદાવાદના નવરંગપુરામાં રોડ સાંકડો કરી ફૂટપાથ બનાવતા વિવાદ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના નવરંગપુરામાં રોડ સાંકડો કરી ફૂટપાથ બનાવતા વિવાદ
લોકોની રજૂઆત સાંભળવા મેયર પહોંચ્યા મીઠાખળી
નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતો રોડ કરાશે સાંકડો

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓએ તા. 21 જાન્યુઆરી ઘટના સ્થળે પહોંચી રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા છે. ત્યારે રોડ સાંકડો કરી ફૂટપાથ મોટો કરવાના એએમસીના નિર્ણય સામે સવાલ ઉઠ્યા છે

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ભાજપના સત્તાધીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 18 મીટરના રોડને ફૂટપાથ અને પાર્કિંગ વગેરે કરી 9 મીટર જેટલો રોડ બની જાય અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે એવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે. આ સમગ્ર મામલે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્થળ પર નિરીક્ષણ કરી હયાત રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈ કામગીરી કરવા સૂચના આપી હતી.. સીજી રોડ અને લો-ગાર્ડનને જોડતા વિસ્તારોને ડેવલોપમેન્ટ કરવા માટે 100 કરોડનો કોન્ટ્રાક્ટ સ્કાય વે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. મીઠાખળીથી ગિરીશ કોલ્ડ્રિંકસ તરફ 500 મીટરનો રોડ જે છે તેને ડેવલપમેન્ટ કરવા માટે 6.5 કરોડનો ખર્ચ થશે. આ રોડ ડેવલોપમેન્ટ થતા તેમાં 9 મીટરનો ટ્રાફિક માટેનો રોડ રહેશે. ત્યારે વધતા ટ્રાફિક વચ્ચે રોડ સાંકડો કરવાની ડિઝાઇન પર ઉઠ્યા સવાલ

શહેરમાં અનેક જગ્યાએ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી થતી હોય છે. ભાજપના નેતાઓ દ્વારા રોડ કમિટીમાં રોડ મંજૂર કરાવી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કેવો રોડ બનશે તે અંગે કોઈ યોગ્ય ચકાસણી થતી નથી. ત્યારે ભાજપના નેતાઓએ યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાનો સવાલ ઊભા કરી હાલમાં રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર બ્રેક લગાવી દીધી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *