ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં યુવાન પર હુમલો
યુવાન પર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
ઘાતક હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ
ચાર આરોપી પૈકી ત્રણ આરોપી પોલીસની ઝડપે
કુલદીપ ઉર્ફે બલુ, નસીબ ઉર્ફે ધરમ અને લાલજી સોલંકી ઝડપાયા
ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. પાંચેક દિવસ પહેલા રાત્રિના સમયે પરબતભાઈ વિજયભાઈ સોલંકી નામના યુવાન પર કેટલાક શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો.
હુમલામાં પરબતભાઈને ઈજા પહોંચી હતી. ઘટના અંગે પરબતભાઈએ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન સમગ્ર મારામારીના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હુમલાની ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી કરતાં ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલદીપ ઉર્ફે બલુ વલ્લભભાઈ સોલંકી, નસીબ ઉર્ફે ધરમ ચંદુભાઈ સોલંકી અને લાલજીભાઈ અભરામભાઈ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
