સુરતના યોગીચોકમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં આગથી દોડધામ

Featured Video Play Icon
Spread the love

સુરતના યોગીચોકમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં આગથી દોડધામ
શોપિંગ સેન્ટરના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરી
સીએનસી મશીનમાં આગ લાગ્યા બાદ ધુમાડો ફેલાયો

સુરતના યોગીચોક વિસ્તારમાં મહાવીર શોપિંગ સેન્ટરના બીજા માળે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સીએનસી મશીનમાં આગ લાગ્યા બાદ એક યુવતી ધુમાડાની અસરથી બેભાન થઈ હોવાનું સામે આવ્યું છે.

સુરતના યોગીચોક પાસે આવેલા મહાવીર શોપિંગ સેન્ટરના બીજા માળે સીએનસી મશીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી. સીએનસી મશીન પર કામ કરતી એક યુવતીને ધુમાડાની અસર થતાં તે બેભાન થઈ ગઈ હતી. ફાયર વિભાગે યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આગના કારણે સીએનસી મશીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું, જ્યારે અન્ય સામગ્રીને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *