પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે ખનન

Featured Video Play Icon
Spread the love

પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે ખનન
ગેરકાયદેસર મુરમનું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા

પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે મોજે દુધેલી ખાતેથી ગેરકાયદેસર મુરમનું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ તથા મામલદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળ ભાગે દુધેલી ગામમાં આવેલ સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યામાંથી ગેરકાયદેસર મુરમનું ખનન, વહન કરતા નેવુ લાખ દસ હજાર પુરાનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે જેમાં એક હિટાચી મશીન, ડમ્પર અને 20 મેટ્રિક ટન તાસ જપ્ત કરેલ છે જે મુદામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. ત્યારે આ ગેરકાદેસરની પ્રવૃતિ અલ્પેશભાઈ ભગવાનભાઈ સાંમડ, અને ગોવિંદભાઈ બી.સાંમડ દ્વારા કરવામાં આવતી હતી. વાહન માલિક અને ખોદાવનાર સામે ગુજરાત ખનીજ નિયમો, 2017 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર ની કાર્યવાહી તથા સાથે-સાથે ગેરકાયદેસર ખોદવામાં આવેલા ખાડાની માપણી કરી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *