અમદાવાદમાં વોન્ટેડ આરોપીએ પોલીસથી બચવા ખેલ કર્યા

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં વોન્ટેડ આરોપીએ પોલીસથી બચવા ખેલ કર્યા
‘જો મને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું કૂદી જઈશ’
આરોપી પાંચમા માળે છાજલી પર ચઢી ગયો
ત્રણ કલાકની સમજાવટ બાદ નીચે ઉતાર્યો

અમદાવાદના ઓઢવ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર ચઢી ગયો હતો. ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું પાંચમા માળેથી કૂદી જશે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં એક વ્યક્તિ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલી એક પાળી પર બેસી ગઈ છે અને તે વીડિયોમાં નીચે નહીં ઉતારવા માટે જીદ કરી રહી છે. એટલું જ નહીં, આ વીડિયો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ઓઢવમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહેલી વિગતો અનુસાર, યુવકનું નામ અભિષેક તિવારી છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી એ સમયે તેણે આ આખું નાટક કર્યું હતું. તેને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝિંઝુવાડિયા એ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અભિષેક ઉર્ફે શૂટર તિવારી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ હતો. તેને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તે આ પ્રકારે એપાર્ટમેન્ટ પર ચઢી ગયો હતો. ત્રણ કલાક બાદ તેને ફાયરબ્રિગેડની મદદથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.

અમદાવાદના ઓઢવમાં ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર ચઢી ગયો હતો. ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું પાંચમા માળેથી કૂદી જશે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એ બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને ત્રણ કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો. એ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *