સુરત : ખાડીપૂર બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ
ખાડી પુરના ઠેર ઠેર કચરાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
સુરત સલાબતપુરા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા
એક ગરીબોનું સુરત અને એક અમીરો નું સુરત તેવા આક્ષેપો કર્યા
સુરતમાં કોંગ્રેસનુ નેતૃત્વ બદલાતા જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા હોય તેમ હાલમાં આવેલા ખાડી પુરના ઠેર ઠેર કચરાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યુ હતું.
સુરત શહેર કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. સ્વચ્છતામાં નંબર વન હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સુરત મહાનગર પાલિકાને સ્વચ્છતામાં નંબર વન મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. સુરતના ઉધના દરવાજા ખ્વાજા નગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સપાએ અભિયાન હાથ ધરે તે પહેલા હતાં. તો કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યુ હતુ કે સુરત શહેર બે ભાગમાં વહેંચાયું છે એક ગરીબોનું સુરત અને એક અમીરો નું સુરત તેવા આક્ષેપો કર્યા હતાં.