સુરત ડિંડોલીમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની હત્યા
યુવાનની ચપ્પુ મારી હત્યા કરી ભાગી છુટેલ હત્યારા
ગોપાલ પાટીલ, દિપક સીરસાઠ, દેવરાજ ઉર્ફે કચરા, તુષાર અને સંદિપને ઝડપ્યા
સુરત ડિંડોલીમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની ચપ્પુ મારી હત્યા કરી ભાગી છુટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ચેતન નગર ખાતે રૂપિયાની લેતી દેતી મામલે શુભમ કિશોર વાઘનો તેના મિત્ર ગોપાલ વિનોદ પાટીલ સાથે ઝઘડો થયો હતો. 2500 રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં આરોપી ગોપાલ વિનોદ પાટીલ, દિપક છોટુ સીરસાઠ, દેવરાજ ઉર્ફે કચરા, તુષાર અને સંદિપએ ભેગા મળી સુભમની ચપ્પુ મારી હત્યા કરી નાંખી હતી. જેને લઈ ડિંડોલી પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ તપાસમાંજોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરી ગુજરાત છોડી મહારાષ્ટ્ર ભાગવાની ફિરાકમાં રહેલા હત્યારાઓ ગોપાલ વિનોદ પાટીલ, દેવરાજ ઉર્ફે દેવા રાજપુત, તુષાર પાટીલ, દિપક સીરસાઠ અને સંદિપ સમાધાન ધનગરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
