સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ઈસમ ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચે આર્યન વિનોદ વાઘને ઝડપી પાડ્યો
સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પીરામીડ આઈકોન બીલ્ડીંગપાછળથી દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે પાલનપુર જકાતનાકા ખાતે રહેતા આર્યન વિનોદ વાઘને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
