સુરત : વરાછા વિસ્તારમાં દોડતી બાઈકમાં આગ
વલ્લભાચાર્ય રોડ પર બાઈકમાં આગ લાગતા ભાગદોડ મચી
ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછામાં દોડતી બાઈકમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાં આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે વરાછા વિસ્તારમાં દોડતી બાઈકમાં આગ લાગી હતી. કાર બાદ હવે બાઈકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલ વલ્લભાચાર્ય રોડ પર બાઈકમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવને લઈ તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો..