માંડવીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવણી
ડો.બાબા સાહેબની 134 મી જન્મ જયંતિની શાનદાર ઉજવણી
ઉજવણીમાં તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
પાલિકાના સદસ્યો હોદ્દેદારોએ પુષ્પાંજલિ પણ કરી હતી
માંડવી નગરપાલિકા તથા વાલ્મિકી સમાજના સંયુક્ત ઉપક્રમે તેમજ માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 134 મી જન્મ જયંતિ ની શાનદાર ઉજવણી કરાય.
ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે વાલ્મિકી સમાજના ઈશ્વર ભાઈ સોલંકીના ઘરે શુભેચ્છા મુલાકાત લઇ ડો,બાબા સાહેબ આંબેડકરજી તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી સામાજિક સમરસતા નું ઉદાહરણ પૂરું પાડતા મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું સૌપ્રથમ માંડવી નગરપાલિકા દ્વારા અને વાલ્મિકી મહાસભા સમાજના ઉપક્રમે ડો. બાબા સાહેબ આંબેડકર ની આટી તથા પુષ્પાહાર અર્પણ કર્યા હતા. તેમજ માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર જેના 134 માં જન્મદિન નિમિત્તે સુતરની ની આંટી તથા પુષ્પાજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિ તેમજ સાંસદ પ્રભુ વસાવા તથા તથા પાલિકા પ્રમુખ નિમેષ શાહ માંડવી નગર ભાજપ સંગઠન પ્રમુખ પ્રિતેશ રાવળ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી તથા નગર તાલુકા તેમજ પાલિકાના સદસ્યો હોદ્દેદારોએ પુષ્પાંજલિ પણ કરી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા તથા મંત્રી કુંવરજી હળપતિ દ્વારા જણાવ્યું હતું કે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી એમના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા મેળવીએ. માંડવી નગરપાલિકા ના સદસ્યો કર્મચારીઓ તેમજ વાલ્મિકી સમાજના ભાઈઓ તથા નગર તથા તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ તાલુકા ભાજપ મહામંત્રી છના વસાવા કરી હતી…