તાપીમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

તાપીમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા આરોપીની ધરપકડ
તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી 4 વોન્ટેડ જાહેર કર્યો

તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આઇ.પી.એલ. ક્રિકેટ મેચમાં પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની

ગઇ કાલ તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ હાલમાં આઇ.પી.એલ. ક્રિકેટ ટુનામેન્ટ ચાલતી હોય જેથી ક્રિકેટ સટ્ટો રમાવાની શક્યતા રહેલી હોય, પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હતા તે દરમ્યાન “ વ્યારા લક્ષ્મી પાર્કમાં રહેતો કોશલ ઠક્કર નામનો ઇસમ હાલમાં ચાલતી આઇ.પી.એલ. મેચમાં મોબાઇલ ફોન ઉપર આઇ.ડી.દ્વારા સટ્ટો રમાડે છે.” જે બાતમી આધારે એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યા વ્યારા ટાઉન લક્ષ્મીપાર્ક સોસાયટી બગલા નં.૨/૨ ના આગળના ભાગે જાહેરમાં રેઇડ કરતા આરોપી- (૧) કૌશલ યોગેશભાઇ ઠક્કર વગર પાસ પરમીટે હાલમાં ચાલતી આઇ.પી.એલ. ક્રિકેટ મેચમાં પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમાડી રોકડા રૂપિયા ૨૪૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે ૨૯૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ચાર (૪) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં જુગાર ધારા મુજબ કાર્યવાહી કરેલ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *