બારડોલીમાં ઉપ સરપંચના સન્માન કરાયું.
તાલુકા ભાજપ માં હોદ્દો મળતા સન્માન કરાયું.
ઉપ સરપંચ પિયુષ પટેલને મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો
બારડોલી ના ધામડોદ ગામ ના ઉપ સરપંચની તાલુકા ભાજપ માં હોદ્દો મળતા સન્માન કરાયું.
તાજેતર માં સુરત જિલ્લા ના વિવિધ તાલુકા ઓ માં ભાજપ દ્વારા સંગઠન રચના કરાઈ છે. જેમાં બારડોલી તાલુકા માં ડો. આનંદ પટેલ ને પ્રમુખ બનાવવા માં આવ્યાં હતાં. બાદ માં આખી તાલુકા સંગઠન ની નવી ટિમ બનાવવા માં આવી છે. જેમાં આ વખતે તાલુકા સંગઠન માં બારડોલી ના ધામડોદ ગામ ના ઉપ સરપંચ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપ સરપંચ પિયુષ પટેલ ને તાલુકા ભાજપ માં મંત્રી નો હોદ્દો આપવામાં આવ્યો છે. જેથી ધામડોદ ગામ પંચાયતમાં આવતી સોસાયટીઓ ના પ્રમુખોએ શાલિગ્રામ સોસાયટી ના હોલમાં પિયુષ પટેલ નું અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સોસાયટી ના રહીશો દ્વાર પિયુષ પટેલ નું હોદ્દો મળતા સન્માન કરાયું હતું.