અરવલ્લીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી કરાઈ
ડૉક્ટર આંબેડકરની ઉજવણીમાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા
અરવલ્લી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ ઉજવણી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નીમિત્તે અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કૃષિ પરમાર પહોંચ્યા હતા જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. આ સાથે જ મોડાસા શહેરના જુના બસ સ્ટેશન સુધી બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી… આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાબા સાહેબ આંબેડકર ની જન્મ જ્યંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા