રાહુલ ગાંધી 16 એપ્રિલે મોડાસામાં
1200 કોંગ્રેસ કાર્યકરને માર્ગદર્શન આપશે
જિલ્લા પ્રમુખોને વિશેષ સત્તા આપવાની પહેલ
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 16 એપ્રિલના રોજ અરવલ્લીના મોડાસામાં આવશે. તેઓ બાયપાસ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલમાં જિલ્લાના 1200 કાર્યકરને માર્ગદર્શન આપશે.
અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ, ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવાની આ પહેલ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત કરવાની યોજના છે. આ યોજના અંતર્ગત જિલ્લા પ્રમુખોને વિશેષ સત્તાઓ આપવામાં આવશે. દરેક જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત બેઠક દીઠ એક કન્વીનર નિયુક્ત કરવામાં આવશે. આ વ્યવસ્થા બૂથ લેવલ સુધી વિસ્તારવામાં આવશે, જેથી મતદારોને કોંગ્રેસ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકાય.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે આ કાર્યક્રમની માહિતી આપી છે. આ પહેલથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવા માટેની આ મહત્વપૂર્ણ રણનીતિની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થઈ રહી છે