સુરતમાં સાધુવેશ ધારણ કરી દાગીનાની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સાધુવેશ ધારણ કરી દાગીનાની ઠગાઈ
કિંમતી દાગીનાઓ ઉતરાવડાવી લઈ ઠગાઈ આચરતી ગેંગ
મદારી ગેંગના બેરીઢાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સાધુવેશ ધારણ કરી અલગ શહેરો અને રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી વાતોમાં ભરમાવી પહેરેલ કિંમતી દાગીનાઓ ઉતરાવડાવી લઈ ઠગાઈ આચરતી મદારી ગેંગના બેરીઢાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વરા શહેરમાં અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા અપાયેલી સુચાનાને ક્રાઈમ બ્રાન્ચી ટીમો મેદાનેહતી ત્યારે આર્મ્સસ્કોડની ટીમે બાતમીના આધારે કોસમાડા ખડસદ કેનાલ રોડ પરથી બે રીઢાઓ રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી અને અશોકકુમાર ગામનારામ ચૌધરીને ઝડપી પાડ્યાહતાં. આરોપીઓ સાધુવેશ ધારણ કરી અલગ અળગ શહેરો અને રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી વાતોમાં ભરમાવી પહેરેલ કિંમતી દાગીનાઓ ઉતરાવડાવી લઈ ઠગાઈ આચરતાહોવાની કબુલાત કરી હતી. હાલ તો રીઢાઓ વિરૂદ્ધ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય તેનો કબ્જો વેસુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *