સુરતની ડુમસ પોલીસે કરી પ્રસંશનીય કામગીરી
પોલીસે દિવ્યાંગ બાળકને માતા-પિતાને સોંપ્યો
પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરત પોલીસ વારંવાર લોકોની દિલ જીતી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે અગાઉ ચોક બજાર અને સલાબતપુરા પોલીસ બાદ હવે ડુમસ પોલીસે દિવ્યાંગ માતા-પિતાથી છુટા પડી ગયેલા દિવ્યાંગ બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત પોલીસ લોકો માટે ખરેખર કામગીરી કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે અગાઉ પરિવારથી વિખુટા પડેલા બાળકોને સુરત પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યા બાદ ડુમસ પોલીસની પણ સરાહનીય કામગીરી સામે આવી છે. વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ માતા-પિતાનો દિવ્યાંગ બાળક ગુમ થયો હતો જે બાળકને ડુમસ પોલીસે શોધી કાઢ્યો હતો. બાળક ચાલતો ચાલતો ડુમસ પહોંચી ગયો હોય જેથી ડુમસ પોલીસે બાળક પાસેથી માહિતી મેળવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું. પરિવારે બાળક પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.