સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડ સળગીને ખાખ
ભીમ નગર બ્રિજ પાસે મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ભીમ નગર બ્રિજ પાસે એક મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ મળતાની સાથે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે દોડતી મોપેડમાં આગની ઘટના બની હતી. તો આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે ડીંડોલી ભીમનગર બ્રિજ ઉપર ઈલેક્ટ્રીક મોપેડ માં આગ લાગવાની ઘટના બનતા આની સાથે જ યુવક દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી. તે તેના માલિકની ગાડી લઈને કોઈ મહત્વની વસ્તુની ડીલેવરી કરવા માટે ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. યુવકના કહેવા મુજબ જ્યારે મોપેડ ના બ્રેક લાઈનરમાં તણખા અને ધુમાડો નીકળવાનો શરૂ થયો ત્યારે તેણે મોપેડ ઉભી રાખી દીધી હતી. મોપેડ ચલાવનાર યુવકને કોઈ હાનિ થઈ નથી. ઈલેક્ટ્રીક મોપેડ હોવાને કારણે તેની બેટરીમાંથી સતત ધુમાડો નીકળતો રહ્યો હતો. ગાડી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.