સુરતમાં સમીર માંડવા પર ફાયરિંગ કરનાર ઝડપાયો
હારૂન , નાસીર, વસીમ અને મોનુની ધરપકડ
સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ગત 19 મેના રોજ ધાસ્તીપુરા જીલાની બ્રિજ પાસે રીક્ષામાં બેસેલા માથાભારે સમીર માંડવા પર કરાયેલ ફાયરિંગ પ્રકરણમાં સીસીટીવીમાં કેદ થયેલા હુમલાખોરોને લાલગેટ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હથિયાર પણ કબ્જે કર્યો હતો.
ગત 19 મેના રોજ રાત્રીનાસ મયે ધાસ્તીપુરા જીલાની બ્રિજ પાસે આવેલ બાગ એ અહેમદ એપાર્ટમેન્ટ નીચે રીક્ષામાં બેસેલા માથાભારે સમીરખાન પઠાણ ઉર્ફે સમીર માંડવા પર ચાર અજાણ્યા ઈસમોએ આવી ફાયરિંગ કર્યુ હતુ જો કે તે સમયે સમીર માંડવા બચી ગયો હતો આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય જેથી આરોપીઓને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી પિનાકીન પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન આર.આર. આહીરના માર્ગદર્શન હેઠળ લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને લાલગેટ પોલીસ મથકના પી.આઈ. તથા ટીમ દ્વારા ફાયરિંગ કરનાર આરોપીઓ હારૂન એહમદ સંદવાણી, નાસીર અનવર હુસેન ઉર્ફે આઝાદ સંદવાણી, વસીમ નસીમ શેખ તથા મોનુ આદિત્ય સ્વાંઈને ચોક બજાર વિસ્તારમાંથી બર્ગમેન અને ગુનામાં વપરાયેલ હથિયાર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓની પુછપરછ કરતા આરોપી હારૂન તથા નાસીરને અગાઉ સમીર માંડવા તથા તેના મિત્ર સાથે ઝઘડો થથયો હતો અને સમીર માંડવા વારંવાર તઓના ઘરે જઈ ધમકી આપતો હોય જેથી બન્ને આરોપીઓએ મિત્રો વસીમ અને સોનુ ને રહેમત નગર વિસ્તારમાં બોલાવી સમીર માંડવાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. અને આરોપી હારૂન પાસે ગેરકાયદેસર તમંચો હોય તે લઈ સમીર માંડવાની વોચ રાખી તે મળી આવતા ફાયરિંગ કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો ઝડપાયેલા આરોપીઓ અને ફરિયાદી બન્ને ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય પોલીસે આરોપીઓની તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.