સુરતમાં વધુ એક સરકારી કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
કૈલાશચંદ્ર બાલુરામ મીના બે હજારની લાંચ લેતા ઝડપાયા
એન્ટી કરપશન બ્યુરોની ટીમે બે રંગેહાથ ઝડપી લીધા
લાંચીયા બાબુઓ સામે એસીબીની વારંવાર ટ્રેપ ગોઠવાઈ રહી છે ત્યારે સોનગઢ રેલ્વે સ્ટેશનના ઉકાઈ રેલ્વે સ્ટેશનના ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષકને એન્ટી કરપશન બ્યુરોની ટીમે બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ફરી એક સરકારી કર્મચારીને લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે ઉકાઈ સોનગઢ રેલ્વે સ્ટેશન પર ઉકાઈ રેલ્વે સ્ટેશન પર ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષક તરીકે ફરજ બજાવતા કૈલાશચંદ્ર બાલુરામ મીના બે હજારની લાંચ લેતા ઝડપાયા હતાં. તો આ અંગે એસીબીએ જણાવ્યુ હતું કે રેલ્વેમાં લોકો પાયલોટ ગાર્ડના અધિકારી અને કર્મચારીઓનુ જમવાનુ બનાવવાના મળેલ કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટરોને રેલ્વેના સ્ટેશન અધિક્ષક નાએ જે તે જગ્યા ઉપર યોગ્ય સફાઈ ન રાખતા હોવાનુ જણાવી, કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો રીપોર્ટ કરી દેવાનુ જણાવી, દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે 2000 ની લાંચની માંગણી કરી હતી. જે હકિકત ખરાઈ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરાયુ હતું અને લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપી અધિકારી કૈલાશચંદ્ર મીના ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી 2000ની લાંચની માંગણી કરી લાંચ સ્વિકારતા ઝડપાઈ ગયા હતા જેને લઈ અન્ય લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.