સુરતમાંથી 36 લાખનો ઇ સિગારેટનો જથ્થો ઝડપાયો
રાંદેરમાંથી ઇ સિગારેટના જથ્થા સાથે આરોપી ઝડપાયા
આરોપી મુંબઈ થી ઇ સિગારેટ લાવતો હતો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે રાંદેર વિસ્તારમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સિગારેટનુ ગોડાઉન ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કરી એકની અટકાયત કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા અને ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સીગારેટ અને હુક્કા વેંચવા પર પ્રતિબંધ હોય જેને લઈ સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈનાઓએ બાતમીના આધારે રાંદેર મેરૂલક્ષ્મી એપાર્મેન્ટના પહેલા માળે આવેલ ગોડાઉનમાં દરોડા પાડી ત્યાથી મુળ યુપીનો અને હાલ રાંદેરમાં જ રહેતા નાઝીર જાવેદ શેખને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સિગારેટ મળી 36 લાખ 58 હજારથી વધુની મતતા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.