સુરત પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા મેદાને
હત્યા અને બળાત્કારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને અલગ અલગ જગ્યાથી ઝડપી પાડ્યા
ઓરિસ્સાના ખલીકોટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આદેશ અપાયા હતા જેને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરોલી કોસાડ અંજની ઈન્ડસ્ટ્રીઝ ટુ ખાતેથી નારાયણ મધુ પરીડા તથા કતારગામ જીઆઈડીસી ચાર રસ્તા ખાતેથી જીતેન્દ્ર રમા બારીકને ઝડપી પાડ્યા હતા અને તેઓની પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે જીતેન્દ્ર રમા બારીકએ 1 જાન્યુઆરી 2024માં ખલીકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાટેશ્વર મંદિર ટોટાગાવ માં કોલ્ડ્રીક્સમાં માદક પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજારતા તે ગર્ભવતી બની ગઈ હતી જેથી ગુનો નોંધાતા પોતે સુરત ભાગી આવ્યો હતો જ્યારે આરોપી નારાયણ મધુ પરીડાએ કૌટુંબીક વિવાદી અદાવતમાં રવિન્દ્રનાથ દાસની હાથ બનાવટનો બોમ્બ ફેંકી તલવાર વડે ઈજા કરી હત્યા કર્યા બાદ સુરત ભાગી આવ્યો હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીઓનો કબ્જો ઓરિસ્સાની ખલીકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.