સુરતમાં બે મિત્રનું સાતમા માળેથી નીચે પટકાતા મોત
શાલીભદ્ર કોમ્પ્લેક્સના સાતમા માળ પર બની ઘટના
બારીની બહાર એસી રીપેરીંગ કરતા નીચે પટકાયા
એકનું ઘટના સ્થળે તો એકનું હોસ્પિટલમાં મોત
સુરતના નાનપુરા ખાતે આવેલ શાલીભદ્ર કોમ્પલેક્ષમાં એસી રીપેરીંગ કરી રહેલા બે મિત્રો સાતમા માળે બારીમાંથી પટકાતા એકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે બીજાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સુરતમાં વારંવાર અઘટિત ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના નાનપુરા ખાતે આવેલ શાલીભદ્ર કોમ્પલેક્ષમાં ગંભીર પ્રકારની ઘટના બની હતી. જેમાં એસી રીપેરીંગ કરવા આવેલા બે કારીગર મિત્રો સાતમા માળે બારીની બહાર રહેલ એસી રીપેરીંગ કરી રહ્યા હતા તે સમયે અકસ્માતે બન્ને સાતમા માળેથી નીચે પટકાયા હતા જેમાં એકનું તો ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનું પણ ટુંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.