અમરેલીના સાવરકુંડલામાં ખનીજ ચોરી પર જનતા રેડ.

Featured Video Play Icon
Spread the love

અમરેલીના સાવરકુંડલામાં ખનીજ ચોરી પર જનતા રેડ.
નેસડી રોડ પરની સ્થાનિક નદીમાં ખેડૂતોની રેડ.
નદીમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટરને ખેડૂતોએ ઝડપ્યું.
મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળી રેતી ચોરી ઝડપી.

અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના નેસડી રોડ પર ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. નાળા નજીક રેતી ચોરી કરતા એક ટ્રેક્ટરને સ્થાનિક ખેડૂતોએ રંગેહાથ ઝડપી લીધું હતું.

અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના નેસડી રોડ પર વાડી વિસ્તારના ખેડૂતોએ એકત્ર થઈને જનતા રેડ કરી ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ પકડી હતી. પકડાયેલા ટ્રેક્ટરને સાવરકુંડલા પોલીસને સોંપવામાં આવ્યું છે. પોલીસ હવે કાયદેસરની

કાર્યવાહી કરી ખા ખનીજ વિભાગને રિપોર્ટ કરશે. સ્થાનિક ખેડૂત વિમલભાઈના જણાવ્યા મુજબ, રસ્તામાં રેતી ભરવાથી મોટા ખાડા પડે છે. જેના કારણે ખેડૂતોને ચાલવામાં મુશ્કેલી પડે છે. અન્ય ખેડૂત કાળુભાઈએ આરોપ મૂક્યો કે રાત્રે થતી રેતી ચોરીના કારણે રસ્તો બગડ્યો છે. બળદગાડું પણ ચાલી શકતું નથી. ખેડૂતોએ પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે આક્ષેપ મુજબ ટ્રેકટર માલિક હપ્તા આપતા હોવાથી આ પ્રવૃત્તિ અટકતી નથી, સાવરકુંડલા પંથકમાં ખાનગી રીતે રેતી ચોરીની દિવસે ને દિવસે ઘટનાઓ વધી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *