સુરતની સ્મિમેર હોસ્પિટલમાં 19 વર્ષીય પ્રેમિકા રઝળતી હાલતમાં
પ્રેમિકાને હોસ્પિટલમાં મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર થઈ ગયો
યુવતિના મોતને લઈ પરિવારજનો રાજસ્થાનથી સુરત દોડી આવ્યા
સુરતની સ્મિમેર હોસ્પિટલમાં 19 વર્ષીય પ્રેમિકાને રઝળતી હાલતમાં મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર થઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે તો સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.
સ્મિમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવવામાં આવી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. યુવતીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ યુવતીનું મોત થયું હતું. યુવતીને હોસ્પિટલમાં મૂકીને 45 વર્ષીય પ્રેમી દિલીપ ફરાર થઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આટલું જ નહીં, પરિવારજનોને હોસ્પિટલના ફોટોગ્રાફ મોકલ્યા બાદ દિલીપે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
હાલ તો યુવતિના મોતને લઈ પરિવારજનો રાજસ્થાનથી સુરત દોડી આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ સાથે ન્યાયની માંગ રાઈ રહી છે.
