સુરત : શ્યામ રેસીડેન્સીમાં ડેવલપર ની બેદરકારી સામે આવી
વૃદ્ધ બાંકડે બેઠા હતા ને ભૂવો પડ્યો તો અંદર પડ્યા
વેલેંજાની શ્યામ રેસિડેન્સીમાં ડ્રેનેજ લાઈન તૂટતા ભૂવો પડ્યો,
અંદર પડેલા વૃદ્ધને ફાયર અને લોકોએ બચાવ્યા
સુરતના વેલંજા ખાતે આવેલ શ્યામ રેસિડેન્સીમાં ડેવલપરની બેદરકારીએ ડ્રેનેજ લાઈનમાં સર્જાયેલા ભંગાણમાં એક વડીલ ફસાતા ફાયરે રેસ્ક્યુ કર્યુ હતું.
સુરત વેલેન્જા ખાતે આવેલ શ્યામ રેસીડેન્સીમાં ડેવલપર ની બેદરકારી સામે આવી હતી જેમાં ડેવલપર દ્વારા નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા ભૂવો પડ્યો હતો. જે ભુવામાં બાંકડે બેસેલ વડીલ ફસાયા હતા જેથી વડીલ ફસાયાનો ફોન ફાયરને કરતા ફાયરે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો સ્થાનિકોમાં ડેવલપર સામે રોષ જોવા મળ્યો હતો.
