સુરતમાં વાહન ચોર ઝડપાયો
પોલીસે ચોરીની છ બાઈક કબ્જે કરી
જીગર પ્રવિણ સરવૈયાની ધરપકડ
સુરતમાં વધી રહેલી વાહન ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે સિંગણપોર ડભોલી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરીની છ બાઈક કબ્જે કરી હતી.
સુરતમાં રોજેરોજ વાહન ચોરી સહિતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની સિંગણપોર ડભોલી પોલીસની ટીમ પી.આઈ. વાય.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રણજીતસિંહ તથા અ.પો.કો. અક્ષય અને સુરેશને મળેલી બાતમીના આધારે ગોગા મહારાજના મંદિર પાસેથી રીઢા વાહન ચોર એવા મુળ અમરેલીના સાવરકુંડલાનો અને હાલ સિંગણપોર ગામ અખાડાનંદ સોસાયટીમાં રહેતા જીગર પ્રવિણ સરવૈયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલા છ વાહનો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
