સુરતમાં વાઇબ્રન્ટ સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન.

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વાઇબ્રન્ટ સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન.
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને MNC કંપનીના રોકાણકારોની ઉપસ્થિતિ.
ગુજરાતને સેમિકન્ડક્ટર અને મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશનું રોલમોડલ ગણાવ્યું.

સુરત ફરી એકવાર વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. 1 અને 2 મે દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ના ત્રીજા સંસ્કરણનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે.

સુરતમાં વાઇબ્રન્ટ સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી તથા જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ હાજરી આપી છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમગ્ર આયોજનને વિશેષ મહત્ત્વ મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. સુરત ખાતે આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીય ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઉભા કરવાનો છે. આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજવાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *