સુરતના પાંડેસરા વિસ્તારમાં ૧૧ વર્ષીય કિશોર પર દાનત બગાડી

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં ૧૧ વર્ષીય કિશોર પર દાનત બગાડી
ટ્યૂશન ક્લાસિસ ચલાવતી મહિલાના પતિનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
પોલીસે અધમ કૃત્ય આચરનાર શિક્ષિકાના પતિની ધરપકડ કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતી મહિલાના પતિએ ૧૧ વર્ષીય કિશોર પર દાનત બગાડી હતી. પત્ની પાસે ટ્યુશન ક્લાસમાં આવતા કિશોરને ચોકલેટની લાલચ આપીને બાથરૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં તેણે ઘરે આવીને વાલીને સમગ્ર હકીકત વર્ણવતાં પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અધમ કૃત્ય આચરનાર શિક્ષિકાના પતિની ધરપકડ કરી છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ, હાઉસિંગ બોર્ડ વિસ્તારની સંતોષનગરમાં રહેતા અને કતારગામ કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં વિશ્વનાથ ચુનીલાલ પ્રસાદની પત્ની ઘરે ટ્યૂશન ક્લાસ ચલાવીને પરિવારને મદદરૂપ બને છે. તેમના ઘરે આજુબાજુની સોસાયટીના બાળકો ગત તા. ૨૪ એપ્રિલના રોજ સાંજે ટ્યૂશન ક્લાસમાં આવતો અગિયાર વર્ષીય ધો. ૪નો વિદ્યાર્થી શિક્ષિકાના ઘર પાસે રમતો હતો, એ સમયે શિક્ષિકાના પતિ વિશ્વનાથે કિશોર વિદ્યાર્થીને હાથ વડે ઇશારો કરીને બાથરૂમ પાસે બોલાવ્યો હતો, જ્યાં ચોકલેટ આપીને અંદર બોલાવીને શારીરિક અડપલાં કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગુપ્ત ભાગે સખત દુખાવો થતાં રડી રહેલા કિશોરે ઘરે જઈને આ સમગ્ર હકીકત પોતાના માબાપને જણાવતાં તેઓ ચોંકી ઉઠયા હતા. તેમણે અધમ કૃત્ય કરનાર વિશ્વનાથ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ એસ.જી.ચાવડાએ તાત્કાલિક તપાસ હાથ ધરીને એક સંતાનના પિતા વિશ્વનાથની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *