સુરતના આંજણા વિસ્તારમાં આગની ઘટના બની
પ્લાસ્ટીકના રો મટીરીયલના ગોડાઉનમાં આગ લાગી
આગને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે આંજણા ખાતે આવેલ વાન ડેપો સામે પ્લાસ્ટીકના રો મટીરીયલના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં ઘણા સમયથી આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના આંજણા વિસ્તારમાં આવેલ વાહન ડેપો સામે પ્લાસ્ટિકના રો મટીરીયલ ભરવાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. તો આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
