સુરતમાં ફરી કેમિકલ ટાંકી લીકેજની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી કેમિકલ ટાંકી લીકેજની ઘટના
ઝેરી ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરતમાં ફરી કેમિકલ ટાંકી લીકેજની ઘટનાને લઈ આખા વિસ્તારમાં ઝેરી ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સુરતમાં ફરી કેમિકલ લિકેજની ઘટના સામે આવી છે. વાત છે સુરતના સચીન વિસ્તારની. સુરતના સચિન વિસ્તારમાં આવેલી આલ્ફા હોટલની પાછળ ખાડી પાસે શંકાસ્પદ કેમિકલ ટાંકી લીકેજ જોવા મળી હતી. ટાંકીમાંથી નીકળતી ઝેરી ગંધથી આખા વિસ્તારમાં અસહ્ય ત્રિવ ગંધ ફેલાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તોસ્થાનિકો દ્વારા ચર્ચાતી માહિતી મુજબ સચિન પોલીસ અને જીપીસીપીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી અને સમયસર કાર્યવાહીને કારણે કોઈ મોટી ઘટના બની નથી, જો કે હાલ આ કેમિકલ લિકેજ મામલે તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *